SAGBARA

આદર્શ નિવાસી કન્યા શાળા સાગબારા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ,

આદર્શ નિવાસી કન્યા શાળા સાગબારા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ,

વાત્સલ્ય સમાચાર

જેસિંગ વસાવા

 

રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી તિરંગા યાત્રામાં તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત નાગરિકોએ ઉત્સાહભેર સહભાગીદારી નોંધાવી,

 

દેશની આન, બાન, શાન એવા તિરંગાના સન્માનમાં સાગબારા તાલુકાના આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. નાગરિકોમાં દેશ પ્રત્યેની ભાવના ઉજાગર કરવા માટે પ્રારંભાયેલી તિરંગા યાત્રા સાગબારા તાલુકા પંચાયત ખાતે સંપન્ન થઈ હતી.

તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, આગેવાનો, પોલીસ વિભાગના જવાનો, સાગબારા તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ, બાળકો સહિત લોકોએ હાથમાં તિરંગા સાથે “વંદે માતરમ”, “ભારત માતા કી જય” ના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું.

આપણા રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ અને આદરની સામૂહિક અભિવ્યક્તિને ઉજાગર કરવા માટે હર ઘર તિરંગાની થીમ હેઠળ નર્મદા જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. જેનો એકમાત્ર આશય લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક એવા દેશના રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લા

વવાનો છે.

Back to top button
error: Content is protected !!