NANDODNARMADATILAKWADA

તિલકવાડાના સેવાડા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાની બદલી કરવા માંગ : તાળાબંધી ની ચીમકી

તિલકવાડાના સેવાડા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાની બદલી કરવા માંગ : તાળાબંધી ની ચીમકી

શિક્ષિકા સમયસર શાળાએ નહિ આવતા અને શાળામાં વધુ પડતાં મોબાઇલનો ઉપિયોગ કરતા હોવાનો વાલીઓનો આક્ષેપ

રાજપીપલા : જુનેદ ખત્રી

એક તરફ સરકાર શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે પ્રાથમિક શાળાના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સેવાડા ગામે પ્રાથમિક શાળાના મુખ્ય સિક્ષિકા સમયસર શાળાએ નહીં આવતા હોવાની ઘટના સામે આવી છે ઉપરાંત શાળામાં મોબાઈલનો વધુ ઉપયોગ કરતા હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર માંઠી અસર થઈ રહી હોવાનો આક્ષેપ પંચાયત સદસ્ય અને વાલીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને શિક્ષિકાની બદલી કરવા માંગ સાથે જિલ્લા અધિક કલેકટરને આવેદન આપ્યું હતું

આવેદન માં જણાવ્યું છે કે સેવાળા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વર્ષાબેન મહેશભાઈ બારીયા સમયસર શાળાએ આવતા નથી બાળકોને યોગ્ય શિક્ષણ આપતા નથી અને મરજી મુજબ શાળા ચલાવી રહ્યા છે ઉપરાંત શાળાએ આવ્યા પછી વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે અને બાળકોને નિશાળમાં મૂકી ગામમાં ફરવા નીકળી પડે છે અને વાલી તેમજ ગામના લોકો શિક્ષણ અંગેની વાત બહેનને કરે છે ત્યારે બહેન તેમને વિચિત્ર ભાષામાં વર્તન કરે છે અને ખોટી ધમકી આપે છે જેથી તેમની બદલી કરવા માટે માંગ ઉઠાવવામાં આવી છે ઉપરાંત જો બદલી નહીં કરવામાં આવે તો ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!