SAGBARA
દેડીયાપાડા સરકારી વિનિયન કૉલેજના વિદ્યાર્થીઓની રમતક્ષેત્રે અનોખી સિદ્ધિ.

દેડીયાપાડા સરકારી વિનિયન કૉલેજના વિદ્યાર્થીઓની રમતક્ષેત્રે અનોખી સિદ્ધિ.
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન વિશ્વવિદ્યાલયનો 52મો ખેલકૂદ રમતોત્સવ તા. 28 થી 31 જાન્યુઆરી-2026 દરમ્યાન યોજાયો હતો. જેમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડીયાપાડાના કુલ 30 વિદ્યાર્થી-ખેલાડીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં કૉલેજના વિદ્યાર્થી અર્જુનભાઈ વસાવાએ બરછી ફેંક (Javelin Throw) સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી કૉલેજનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું હ
તું.




