SAGBARA

આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપને જનસમર્થને – સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ વધુ મજબૂતાઈ થી લડશે,,

આમ આદમી પાર્ટીનો કાર્યકરો ભાજપને જનસમર્થને – સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજેતા ની સંભાવતા,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીને સતત જનસમર્થન મળી રહ્યું છે. વિકાસ, સુશાસન અને જનહિતની નીતિઓને કારણે પ્રજાનો વિશ્વાસ ભાજપ પર સતત મજબૂત બની રહ્યો છે. આ વિશ્વાસનું વધુ એક ઉદાહરણ આજે સામે આવ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈને વિકાસના માર્ગે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

 

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા તથા સાગબારા તાલુકાના ખોપી જિલ્લા પંચાયત વિસ્તારના કાર્યકર્તાઓ અને આગેવાનો આજે તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

 

ભાજપમાં જોડાયેલા આગેવાનોમાં વિજય વસાવા (ખોપી જિલ્લા પંચાયત ) તેમના સમર્થકો સાથે જોડાયા.

 

આ તમામ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીની નીતિઓ, વિકાસકાર્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી પ્રેરાઈને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ તથા મહામંત્રી હિતેશ વસાવા અને આગેવાનો દ્વારા તમામ જોડાયેલા કાર્યકર્તાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ભાજપના ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર આપવામાં આવ્યો અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે તેઓ પોતાના વિસ્તારના વિકાસ માટે વધુ સક્રિય ભૂમિકા ભજવશે.

ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવી પાર્ટીઓ માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસ, સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, માર્ગ-મકાન, પાણી અને રોજગાર જેવા મૂળભૂત મુદ્દાઓ પર સતત કાર્ય કરી રહી છે.

જિલ્લા પ્રમુખ નીલ રાવે વધુમાં કહ્યું હતું કે, નર્મદા જિલ્લામાં ભાજપે કરેલા વિકાસકાર્યો અને લોકકલ્યાણ યોજનાઓથી પ્રજામાં વિશ્વાસ વધ્યો છે અને તેથી જ હવે અન્ય પક્ષોના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાએ મન બનાવી લીધું છે કે, વિકાસ અને સ્થિરતાને પ્રાથમિકતા આપવી છે અને તે માટે ભાજપને ભવ્ય બહુમતીથી વિજય અપાવવો છે.

ભાજપના આગેવાનોનું માનવું છે કે, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય નિશ્ચિત છે અને નર્મદા જિલ્લો વિકાસના નવા માર્ગે આગળ વધશે.

Back to top button
error: Content is protected !!