SAGBARA

કેસરીયા રંગે રંગાયું ડેડીયાપાડા: હજારો સમર્થકોની હાજરીમાં ઉમેદવારોએ ભર્યા ફોર્મ.,

 

કેસરીયા રંગે રંગાયું ડેડીયાપાડા: હજારો સમર્થકોની હાજરીમાં ઉમેદવારોએ ભર્યા ફોર્મ.,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 6058;
AI_Scene: (-1, -1);
aec_lux: 120.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 46;

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા: સાગબારા

 

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને ડેડીયાપાડા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે ડેડીયાપાડા અને ચિકદાની જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા છે. હજારો કાર્યકરોની જંગી મેદની વચ્ચે ભાજપે પોતાની તાકાત બતાવી સમગ્ર પંથકને કેસરીયા રંગે રંગી દીધો હતો.

 

આ દ્રશ્યો છે ડેડીયાપાડાના, જ્યાં ભાજપના ઉમેદવારોએ એક ભવ્ય રેલી સ્વરૂપે નામાંકન પત્ર ભરવા કૂચ કરી હતી. બેન્ડવાજાના તાલે નાચતા-ગાતા કાર્યકરો અને “ભારત માતા કી જય” ના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

 

ભાજપ દ્વારા ડેડીયાપાડા તાલુકાની મોરજડી, ડેડીયાપાડા-1, ડેડીયાપાડા-2 અને ચિકદા તાલુકાની ચિકડા તેમજ આંબાવાડી એમ કુલ 5 જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારી નોંધાવાઈ છે. સાથે જ ડેડીયાપાડાની 18 અને ચિકદા ની 16 તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ જમા કરાવ્યા છે.

 

ઉમેદવારોની વાત કરીએ તો:

ડેડીયાપાડા-1 થી રિતેશકુમાર વસાવા, ડેડીયાપાડા-2 થી મુક્તિબેન વસાવા,

મોરજડી થી કાશીબેન વસાવા,

આંબાવાડી થી અશ્વિનભાઈ વસાવા, ચિકદા બેઠક પરથી અંબાબેન વસાવાએ મેદાનમાં ઝંપલાવ્યું છે.

 

આ શક્તિ પ્રદર્શનમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવાએ પણ હાજરી આપી ઉમેદવારોને જીતના આશીર્વાદ પાઠવ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓએ દાવો કર્યો છે કે, વિકાસના કામોને જોતા જનતા ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકશે અને તમામ બેઠકો પર ભવ્ય વિજય થશે.

 

ચૂંટણી પહેલાના આ શક્તિ પ્રદર્શને વિરોધ પક્ષોમાં પણ ફફડાટ ફેલાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મતદાનના દિવસે આ જનમેદની મતોમાં કેટલી પરિવર્તિત થાય છે.

Back to top button
error: Content is protected !!