વિજાપુર નગરપાલિકા દ્વારા નગરજનોને બે ભાગ માં આપવા મા આવતા પીવાના પાણી ના ડોહળાશને મુદ્દે નાગરિકો ના આરોગ્ય ને ધ્યાન માં રાખી સુચના જાહેર કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલિકા દ્વારા નગરજનો ને બે ભાગ માં આપવા મા આવતું પીવાનું પાણી માં સામાન્ય કરતા વધુ પ્રમાણ માં ડોહળાશ વાળું પાણી છોડવા માં આવતા પાલિકા દ્વારા નગરજનો ના આરોગ્ય ને ધ્યાન માં રાખી સુચના જાહેર કરી છે. પાલિકા દ્વારા મળતી માહિતી મુજબ નગરજનો ના વપરાશ તેમજ પીવા માટે આપવા મા આવતું નર્મદા નુ પાણી નર્મદા આધારીત એમ 1 ભાગ 2 જૂથ પાણી પુરવઠા દ્વારા આપવા મા આવે છે હાલમાં સરદાર સરોવર ડેમ માં નવા નીર ની આવક થતાં ડર્બીડીટી ડોહળાશ નુ પ્રમાણ સામાન્ય કરતા વધુ રહે છે સદર પાણી ફિલ્ટર પ્લાન્ટ ખાતે શુધ્ધિ કરણ માટે મોકલવા મા આવે છે. પરંતુ આવનાર થોડાક દિવસો સુધી ડર્બીડીટી ડોહળાશ નુ પ્રમાણ વધારે હોઈ સદર પાણી ડોહળાશ વાળું આવનાર છે. જેને લઇ પાલિકા દ્વારા નગરજનો ને પીવાનું પાણી ગરમ કરી ગાળી ને વપરાશ માં લેવાની લોકોના આરોગ્ય ને ખ્યાલ માં રાખી સુચના આપવા મા આવી છે.