SAGBARA

વ્યસનમુક્તિ અને શિક્ષણ ક્ષેત્રે સમાજને આગળ વધારવા સાંસદ મનસુખ વસાવાની પહેલ,

વ્યસનમુક્તિ અને શિક્ષણ ક્ષેત્રે સમાજને આગળ વધારવા સાંસદ મનસુખ વસાવાની પહેલ,

વાતાસલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

 

ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે સમાજ વ્યસનમુક્ત બને અને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તે હેતુથી એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક કોઈ રાજકીય પક્ષના કાર્યક્રમ તરીકે નહીં પરંતુ નર્મદા જિલ્લાના તમામ સમાજના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન સમાજમાં વધતા વ્યસનના દૂષણોને દૂર કરવા, યુવા પેઢીને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા તેમજ સામાજિક એકતા અને વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, માજી જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, માજી ધારાસભ્ય મોતીલાલ વસાવા, માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ વસાવા, જાનકી આશ્રમના પ્રમુખ સોનજીભાઈ વસાવા, જાનકી આશ્રમના ઈશ્વરભાઈ વસાવા તેમજ રણબુડા ગામના વતની અને બાસ્કેટબોલ કોચ હરેશ વસાવા સહિત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં સમાજના વિકાસ માટે શિક્ષણને પ્રાથમિકતા આપવા, વ્યસનમુક્તિ માટે જનજાગૃતિ લાવવા અને યુવાનોને સકારાત્મક દિશામાં આગળ વધારવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!