ઘનસેરા ચેકપોસ્ટ પર નર્મદા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખાનગી બાતમીના આધારે કુલ 31.77.465 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો,
ઘનસેરા ચેકપોસ્ટ પર નર્મદા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખાનગી બાતમીના આધારે કુલ 31.77.465 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 6147;
AI_Scene: (-1, -1);
aec_lux: 36.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 37;.
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઘનસેરા ચેકપોસ્ટ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) નર્મદાને ખાનગી બાતમીના આધારે મોટી સફળતા મળી છે. LCBની ટીમે મહારાષ્ટ્ર તરફથી આવી રહેલા ટ્રક નંબર MH-46-AF-2194ને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકના ચાલક અર્જુનરામ બિશ્નોઈ (મૂળ વતન બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના મનોર ખાતે રહેતા વિકાસ ઉર્ફે પિન્ટુ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું તેમજ આ માલ અંકલેશ્વરના અશોક માલીનો હોવાનું કબૂલ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસે કુલ 9,707 નંગ નાની-મોટી બોટલોનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ, જેની કિંમત રૂપિયા 31,77,465 થાય છે, જપ્ત કર્યો હતો. ઉપરાંત અશોક લેલેન્ડ ટ્રક, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 46,82,465નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નર્મદા LCBની કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.



