BANASKANTHAPALANPUR

અંબાજીમાં શ્રી શક્તિ સેવા કેન્દ્ર ખાતે શાસ્ત્રોક વિધિ પ્રમાણે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

5 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણની ઉજવણી સમગ્ર રાજ્યભરમાં કરાઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ ક્લીન અંબાજી ગ્રીન અંબાજી અંતર્ગત શ્રી શક્તિ સેવા કેન્દ્ર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષો વાવીને કરવામાં આવી હતી અંબાજી મંદિરના અધિક કલેકટર કૌશિક મોદી ના અધ્યક્ષ સ્થાને સ્પોર્ટ્સ એકેડેમી ખાતે અધિક કલેકટર ,પીઆઇ આર બી ગોહીલ,પીએસઆઇ સાથે વન વિભાગના અધિકારીઓ દ્વારા શાસ્ત્રોક વિધિ પ્રમાણે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્પોર્ટ્સ એકેડેમી છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા પણ આંબા ,જામફળ સાથે છાયડો આપનાર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં આજે કરાયેલા વૃક્ષ રોપણ બાદ સ્પોર્ટ્સ એકેડેમી ના સ્ટાફ અને વિદ્યાર્થીઓને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા માત્ર વૃક્ષારોપણ જ નહીં પણસાથે તેનું જતન કરવા પણ માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગની જે અસર જોવા મળી રહી છે ને ઋતુઓને પણ અનિયમિત બની છે જેનું મહત્તમ કારણ ધરતી ઉપરથી ઓછા થતા વૃક્ષો છે જેને લઇ પૃથ્વી પર જેટલા વધુ વૃક્ષો વાવવામાં આવશે અને તેનું જતન કરવામાં આવશે તો ચોક્કસપણે ગ્લોબલ વોર્મિંગ ની અસર ઓછી થશે તેમ અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું તસવીર -અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ

Back to top button
error: Content is protected !!