બુધવારે બપોરે ૪ કલાક સુધીમાં સાગબારા તાલુકામાં સૌથી વધુ ૨૪ મિ.મિ.વરસાદ નોંધાયો,
બુધવારે બપોરે ૪ કલાક સુધીમાં સાગબારા તાલુકામાં સૌથી વધુ ૨૪ મિ.મિ.વરસાદ નોંધાયો,

hw-remosaic: false;
touch: (0.9722222, 0.19933555);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 6323;
AI_Scene: (-1, -1);
aec_lux: 61.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 33;
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા
રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે નર્મદા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટની સ્થિતિ છે. ત્યારે બુધવારના રોજ સવારે ૬ કલાકથી બપોરે ૪ કલાક સુધીના વરસાદની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો દેડિયાપાડા તાલુકામાં ૨૨ મિ.મિ. સાગબારા તાલુકામાં ૨૪ મિ.મિ., નાંદોદ તાલુકામાં ૧૬ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં ૦૮ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં ૧૮ મિ.મિ. વરસાદ નોંધાતા છેલ્લા ૧૦ કલાકમાં કુલ ૮૮ મી.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં આવેલા વિવિધ ડેમોની સપાટીની સ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૩૪.૧૩ મીટર, કરજણ ડેમ ૧૦૮.૬૩ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૬ મીટર અને ચોપડવાવ ડેમ ૧૮૭.૫૦ મીટરની સપાટીએ છે. જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૨૦.૧૫ મીટર હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
અત્રે નોંધનીય છે કે, સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી ૨૧૦૬૨૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ગેટ મારફતે ૧૭૭૦૦૦ અને RBPHમાં વીજ ઉત્પાદન બાદ ૪૪૮૫૦ ક્યુસેક મળી કુલ ૨૨૧૮૫૦ ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે. બીજી તરફ કરજણ ડેમના ઉપરવાસમાંથી થઈ રહેલી ૧૭૫૩૫ ક્યુસેક પાણીની આવક સામે ૧૬૯૦ ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે.
નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકામાં ૧૪૨૪ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૧૨૮૯ મિ.મિ., નાંદોદ તાલુકામાં ૧૨૩૨ મિ.મિ., તિલકવાડા તાલુકામાં ૧૨૧૧ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં ૮૮૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૦૭.૨૦ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


