SAGBARA

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે વિશ્વ માતૃભાષા દિવસનો કાર્યક્રમ યોજાયો,

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે વિશ્વ માતૃભાષા દિવસનો કાર્યક્રમ યોજાયો,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5441;
AI_Scene: (-1, -1);
aec_lux: 58.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 40;

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ગત રોજ શનિવારે સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, દેડિયાપાડા જિ. નર્મદા ખાતે ‘ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ માતૃભાષા દિવસ” નિમિત્તે “માતૃભાષા મહોત્સવ-2026″નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પુસ્તકરૂપી પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વક્તા તરીકે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, ભરૂચના સંસ્કૃત વિષયના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. દીપકભાઈ પી. પારેખ અને સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગરૂડેશ્વરના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. જલ્પાબેન પટેલ તથા દૈનિક વર્તમાન પત્રોના સ્થાનિક પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જેમનો શાબ્દિક પરિચય કાર્યક્રમના સંયોજક ડૉ. રીતેશકુમાર પરમાર દ્વારા આપી પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રાચીન તથા અર્વાચીન સાહિત્યકારો દ્વારા માતૃભાષા વિશેના મંતવ્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાના માતૃભાષા દિવસના શુભેચ્છા સંદેશનું વીડિયો પ્રસારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડૉ. દીપકભાઈ પારેખ દ્વારા “માતૃભાષા દિવસ”ની રૂપરેખા આપી માતૃભાષાના મહત્વ વિશે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.

દ્વિતીય વક્તા ડૉ. જલ્પાબેન પટેલ દ્વારા “માતૃભાષા વિના સંસ્કૃતિ અધૂરી કેમ?” વિષય પર માતૃભાષાને પોષક વિચારો પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી અત્રેની કૉલેજના આચાર્ય ડૉ. અનિલાબેન કે. પટેલ દ્વારા માતૃભાષા અને તેની વર્તમાન પરિસ્થિતિ અને સાંપ્રત શિક્ષણમાં આવશ્યતા પર ભાર મૂકતાં તેની જરૂરિયાત સંબંધિત આશીર્વચન આપી માતૃભાષા દિવસની શુભેચ્છાઓ આપી હતી.

આ પ્રસંગે સમાજશાસ્ત્ર વિભાગના પ્રા. સુરેશભાઈ ગામીત દ્વારા આભારવિધીમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા તથા મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ, તથા સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા બદલ આચાર્ય તથા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓ, અતિથિ, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ “મારા હસ્તાક્ષર, મારી માતૃભાષામાં” અભિયાન અંતર્ગત માતભાષામાં હસ્તાક્ષર કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમના ઉદ્ધોષક તરીકેની ભૂમિકા ગણિત વિભાગના પ્રાધ્યાપિકા દિશાબેન ગાંધીએ નિભાવી હતી. આ કાર્યક્રમના સંયોજક સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉ. રીતેશકુમાર પરમાર હતા. અંતે રાષ્ટ્રગીત થકી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!