AHMEDABADGUJARATSANAND

મકરસંક્રાંતિ પૂર્વે સાણંદમાં ચાઈનીઝ દોરી સાથે એક ઇસમ ઝડપાયો

ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક ઇસમને દોરી રીલ નંગ ૨૧ કિં.રૂ.૪,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી સાણંદ પોલીસ

સાણંદ : આગામી મકરસંક્રાંતિ  (ઉતરાયણ) તહેવારમાં ચાઈનીઝ દોરીથી થતી ગંભીર ઇજાઓ અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે જાહેરનામું ક્રમાંક નં. ડી.સી./એમ.એ.જી./મકરસંક્રાતી/એસ.આર. 200/2025 તા. 13/11/2025 મુજબ ચાઈનીઝ દોરી તથા તુક્કલના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.આ સુચનાઓના અનુસંધાનમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી નિલમ ગોસ્વામી, સાણંદ વિભાગ, દ્વારા વિશેષ વોચ રાખવાના આદેશ બાદ સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર એચ જી રાઠોડ દ્રારા કામગીરી વધુ ગતિમાન બનાવી હતી.ખાનગી બાતમીના આધારે એ.એસ.આઇ. ભગીરથસિંહ જનકસિંહ, સાણંદ પોલીસ સ્ટેશનની ટીમે નવોવાસ, સાણંદ ખાતે રહેતા ગીરીશભાઈ લાલુભાઈ ઓડના ઘરેથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલી ચાઈનીઝ જેવી પ્લાસ્ટિક સિન્થેટિક મટીરીયલની દોરી અને GOLD EVERYONE NEEDS TO BELIVE IN – FOR INDUSTRIAL USE ONLY લખેલી રીલ મળી આવી હતી.કુલ ૨૧ દોરી રીલ મળતા ઇસમ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 223 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!