BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વર GIDCમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા:ચાણક્ય સ્કૂલ નજીક માલધારીઓના ગેરકાયદે દબાણો દૂર કરાયા, પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટીએ જીઆઈડીસી વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
જીઆઈડીસીમાં આવેલી ચાણક્ય સ્કૂલની નજીકમાં માલધારીઓએ ગેરકાયદેસર રીતે પડાવ નાખ્યો હતો. નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ જીઆઇડીસીના અન્ય વિસ્તારોમાં આવી કાર્યવાહી ચાલુ રહેશે અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. આ કાર્યવાહીથી જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેમજ સરકારી જમીનનું રક્ષણ થશે.



