સુરેન્દ્રનગર વિસ્તારમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ફરી ધમધમતી ઉઠી છે. જેમાં ખાણોમાં વારંવાર મજૂરો દટાતા વારંવાર મોતની દુર્ઘટના ઘટે છે. જ્યારે ફરી એકવાર માહિતી સૂત્રો મુજબ થાનગઢ તાલુકાના વેલાળા ગામની સીમમાં ગેરકાયદેસર ચાલતી ૧૨૦ ફુટ ઉંડી ખાણમાં ખોદકામ કરતા નરેશભાઈ નિર્ભર ભાઈ ઉંમર વર્ષ આશરે ૧૬ તેઓનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમાં અન્ય બે વ્યક્તિ વાંકાનેર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃત્યુ પામેલી વ્યક્તિની લાશને થાનગઢ પી.એમ અર્થે મોકલી દેવામાં આવી હતી. આ ઘટના અંગે જાણ થતા સુરેન્દ્રનગર ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. થાનગઢ પોલીસ દ્વારા ફરીવાર બનાવ ન બને તે માટે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.