સાયલામાં ગ્રામ્ય વિસ્તારમાંથી નીલગાયના શિકારનુ કારતુત પકડાયુ.ઝડપાયેલા શખ્સોની તપાસ કરતા મહેસાણા તથા અમદાવાદના હોવાનુ જાણવા મળ્યુ.સેજકપર ગામની સીમમાંથી રાત્રે બે શિકારી ઝડપાયા ને ત્રણ નાસી છૂટયા.બંને ઈસમો પાસેથી નીલગાયના શિકાર માટે વપરાતા ધારદાર છરા, સળિયા તેમજ માંસનો જથ્થો કબજે કર્યો.ફાયરિંગ કરીને શિકાર કરતા હોવાની શંકા..બાતમીના આધારે વન વિભાગની ટીમે કાર અને બાઈક સાથે બે ઈસમો ને પાડ્યા.સાયલા અને મુળી વન વિભાગની ટીમને મળી સફળતા.મોડી રાત્રે સાયલા અને મુળી વનવિભાગની ટીમે બે કસાઈ ઈસમો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.બે આરોપી ઝડપી બાકીના ત્રણ આરોપીને ઝડપી પાડવા તપાસ વધુ હાથ ધરી છે.ઝડપાયેલા આરોપીને વન વિભાગ એ વન સરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરાયા છે.
અહેવાલ,,,જેસીંગભાઇ સારોલા સાયલા
«
Prev
1
/
102
Next
»
કેન્દ્ર સરકાર સામે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા અગત્યનું માંગણીઓ મૂકવામાં આવી.