વૃક્ષારોપણ ની રક્ષા અને જતન કરવા જાગૃતિ આવે તે માટે વિશ્વ પર્યાવરણના દિવસ નિમિત્તે સાયલાના સામતપર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાયલા તાલુકાના અનેક વિસ્તારોમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સામતપર પ્રાથમિક શાળામાં આચાર્ય રામભાઈ ઠાકરે દરેક સાથે રાખી અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ કરાવ્યા હતા. જેમાં વૃક્ષોનો પાલન થાય તે માટે બાળકો ને પ્રતિજ્ઞા રૂપે ઉછેર કરવા માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.સામતપર પ્રાથમિક શાળા માં વૃક્ષો ઉછેરવા માટે બાળકો તથા ગ્રામજનો નો સારો એવો સાથ સહકાર મળ્યો બદલ શિક્ષક રામ ભાઈ ઠાકરે આભાર વ્યક્ત કર્યો હતો.