BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
દારૂના કેસમાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા:અંકલેશ્વરમાંથી 7.78 લાખના વિદેશી દારૂ સાથે ફરાર બુટલેગર ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે વિદેશી દારૂના કેસમાં ફરાર બુટલેગરની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવીલ મનહર ગાંધી વિદેશી દારૂનો ધંધો કરે છે. તેણે બંધ બોડીના ટેમ્પોમાં દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો દઢાલ ગામની સિદ્ધેશ્વર રેસીડેન્સીમાં સંતાડ્યો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે ટેમ્પો અને ઇક્કો કારની તપાસ કરી હતી. બંને વાહનોમાંથી વિદેશી દારૂની 1644 બોટલ મળી આવી હતી. કુલ 7.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં નેવીલ ગાંધી ફરાર થઈ ગયો હતો.
બી ડિવિઝન પોલીસે આરોપી નેવીલ ગાંધીની ધરપકડ કરી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.



