SAYLA

સાયલા તાલુકાના ગઢસીરવાણીયા ગામના બાળકના મોત મામલે પરિવારની ન્યાયની માંગણી.

બાળક વિક્રમભાઈ ભરતભાઈ બાવળીયાની બોટાદ જિલ્લાની તુરખા માધ્યમિક સ્કૂલમાં લાશ મળી આવતા ચકચાર…અચાનક બાળક નાં મોત નાં સમાચાર સાંભળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ બાળકો ને મૃત જાહેર કર્યો હતો..થોડા દિવસો પહેલા ગઢસીરવાણીયા ગામનો 14 વર્ષ નો બાળકના તુરખા ગામે આવેલ શ્રી એચ.આર.ગારડી માધ્યમિક શાળામાં આ બાળક મૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.જયારે પરિવાર જનોની વિનંતી 10 દિવસ વિત્યા બાદ હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી..આ દુ:ખદ ઘટના પરિવારજનો ને જાણ થતા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી..જ્યારે બાળકના પરિવારજનો ન્યાય માંગ માટે પોકારી રહ્યા છે.પરિવારે આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.સાથે સાથે ગ્રામજનો પરિવારના દુ:ખમાં સહભાગી થયા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે આ ઘટનાની યોગ્ય તપાસ થવી જોઈએ અને દોષિતોને સજા મળવી જોઈએ.

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!