ડોળીયા ગામના વતની બંધ જેલમાં રહેલા ખેડૂત રમેશભાઈ મેરના પત્ની તથા દાદીમાની તબિયત ખરાબ સ્થિતિમાં.બોટાદ કડદા મામલે 85 ખેડૂતોમાંથી જેમાં રમેશભાઈ મેરની પણ ધરપકડ કરાઈ હતી.ખેડૂતોના હક અને અધિકાર માટે ગયા હતા જેમાં હળદર ગામે રમેશભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી.સાયલાના ખેડૂતોની પણ બોટાદ કડદા મામલે દિવાળી જેલમાં થઈ.ખેડૂત રમેશભાઈના પત્ની અને તેમના દાદીમાને તબિયત નબળી હોય જેથી તેમને જેલ મુક્ત કરવામાં આવે.નિર્દોષ ખેડૂતોને વહેલી તકે છોડી મૂકવામાં આવ્યો તેવી પરિવારે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી.જેલવાસ ભોગવી રહેલા ડોળીયા ગામના ખેડૂત પરિવારે તહેવાર પણ મનાવ્યો નથી. હોસ્પિટલના કામકાજ માટે રમેશભાઈના પત્ની તથા દાદીમાને લઈ જવા માટે પડી રહી છે તકલીફ.ખેડૂત પરિવારો સરકાર સમક્ષ આજીજી કરી રહ્યા છે કે અમારા દીકરાને જેલ મુક્ત કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.