સુરેન્દ્રનગરના મુળી પંથકમાં ગેરકાયદેસર ચાલતી ખાણો પર પ્રાંત અધિકારીના દરોડા..ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર પ્રાત અધિકારી દ્વારા રેડ દરમિયાન કરોડોનો મુદ્દામાલ જપ્ત..ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમે મુળી તાલુકામાંથી મોટાપાયે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી ..જ્યારે મુળીના તાલુકાના આસુંદ્રાળી, ખંપાળીયા, વગડીયા અને ઉમરડા ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધર્યું. જેમાં રેઇડ દરમિયાન ૩૦ ચરખી, ૩૦૦ ટનથી વધુ કાર્બોસેલ, ૦૫ ટ્રેક્ટર, ૦૧ લોડર, ૦૪ જનરેટર, ૦૩ બાઈક, ૦૩ મોબાઇલ, ૨૦૦ નંગ વિસ્ફોટક પદાર્થ, ૧૦ બેટરી સહિત અંદાજે ૧.૫ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા
Sorry, there was a YouTube error.
Follow Us