સાયલા પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર હવે તવાઈ શરૂ..સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો, ખંડણી, બુટલેગરોને જેવા અસામાજિક તત્વો સામે હવે ઝુંબેશ હાથ ધરવામાં આવી.સાયલા હાઇવે પર આવેલ રવિરાજ હોટલ પર પોલીસ નુ બુલડોઝર..સાયલા હાઇવે પર આવેલ કેમિકલ ચોરી નાં કુખ્યાત આરોપીની રવિરાજ હોટલ ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું જેને ધ્યાનમાં લઈને સાયલા પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યુ.ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા લિંબડી ડી.વાય.એસ.પી વિશાલ રબારી , સાયલા પી.એસ.આઈ તથા પુરો પોલીસ સ્ટાફ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે..