SAYLA

સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટા વાયરલ કરનાર એક શખ્સને SOG એ ઝડપી પાડ્યો.

સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસને હથિયાર સાથે ધજાળા વિસ્તારમાં આવેલ નવાગામ નાં બે શખ્સોને પકડવામાં મળી સફળતા.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા નાં નવાગામ વિસ્તારમાંથી સોશિયલ મીડિયામાં હથિયાર નાં ફેસબુક પર ફોટા અપલોડ કરનાર એક શખ્સને એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી આર્મ્સ એક્ટ કલમ મુજબ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો..સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે ફેસબુક પર હથિયાર નાં અપલોડ કરનાર વિક્રમભાઈ રવજીભાઈ બાવળીયા તથા હથિયાર પરવાનેદાર રવજીભાઈ રામસંગભાઈ બાવળીયા ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કામગીરી માં રોકાયેલા એસ.ઓ.જી પી.આઇ બી.એચ સિંગરખીયા, પી.એસ.આઇ ,એન.એ.રાયમા, હેડ કોસ્ટેબલ અમરભા ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ મુન્નાભાઈ રાઠોડ તથા અશ્વિનભાઈ વાઘેલા સહિતનાં સ્ટાફ ને મળી સફળતા..

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!