SAYLA

ઈશ્વરીયા ગામનાં યુવાન ની રેલવે ટ્રેક માં કપાયેલી લાશ મળી આવી.

સુરેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી યુવાનોની લાશો ની ઘટનાઓ બની રહી છે જેમાં બીજીવાર ઘટના સામે આવી છે, સાયલા તાલુકાનાં ઈશ્વરીયા ગામનાં યુવાનની ચાંદરેલીયા થી થાનગઢ તરફ જતા રેલવે ટ્રેક પર થી લાશ મળી આવી હતી. સુત્રો પાસેથી માહિતી મુજબ માહિતી પ્રાપ્ત થતા ઈશ્વરીયા ગામનાં ધીરુભાઈ બચુભાઈ રૂદાતલા ઉંમર વર્ષ ૪૧ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે જાણ થતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સાયલા પોલીસ સ્ટેશનને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મૃતદેહ ને સરકારી હોસ્પિટલ સાયલા ખાતે પી.એમ અર્થેમોકલી દેવામાં આવી હતી. તેમજ પરિવાર સાથે માહિતી મુજબ મળતા મૃતક ધીરુભાઈ ને પેટમાં ગાંઠ હોવાથી ઘણા સમયથી પીડાતા હોવાનુ બહાર આવ્યુ હતું જેમાં અકસ્માત કે આત્મહત્યા જેવું કોઈ કારણ બહાર પડ્યું નથી.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા,, સાયલા

Back to top button
error: Content is protected !!