




*સિધ્ધપુર ખાતે દાઊદી વ્હોરા સમાજ દ્વારા ધર્મગુરૂશ્રીના જન્મદિવસની ભવ્ય ઉજવણી*
દાઊદી વ્હોરા સમાજના સર્વોચ્ય ધર્મગુરૂ હીઝ હોલિનેસ ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (તઉશ)ના ૮૧મા જન્મદિવસ (મિલાદ) પ્રસંગે સિધ્ધપુર દાઊદી વ્હોરા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. હીઝ હોલિનેસની તંદુરસ્તી અને દિર્ઘાયુ માટે મસ્જીદોમાં વિશેષ દુઆઓ કરવામાં આવી. અફીણગેટ રોજા ખાતેથી બેન્ડ અને સ્કાઉટ સાથે ઘોડા,ઊંટગાડી,શણગારેલ ગાડીઓ અને બાઈકો સાથે સમાજના પુરૂષો અને બાળકોએ કોમી લિબાસમાં ચાલીને જૂલૂસ યોજવામાં આવ્યુ જે સિધ્ધપુરના પરંપરાગત રાજમાર્ગો ઉપરથી પસાર થતાં વિવિધ સમાજના આગેવાનોએ સ્વાગત કરી ધર્મગુરૂજીના જન્મદિવસની શુભકામનાઓ અને દિર્ઘાયુની શુભેચ્છાઓ પાઠવી તથા શાંતિપ્રિય વ્હોરા સમાજ સાથેનો ભાઈચારો દર્શાવ્યો.
વિશ્ર્વના ખૂણે ખૂણે વસતા દાઊદી વ્હોરા સમાજના લાખો લોકો એકસાથે તેઓના ધર્મગુરૂશ્રીની મિલાદ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે ત્યારે હીઝ હૉલીનેસ મિલાદ ઉજવણીમાં સુરત મુકામે પધાર્યા છે જયાં સિધ્ધપુર સહીત દુનિયાભર માંથી લાખો અનુયાયીઓ સુરતમાં મિલાદ ઉજવી રહ્યા છે.
સિધ્ધપુર દાઊદી વ્હોરા સમાજના સૌ ભાઈબહેનો બાળકો અને વડીલોને હિઝ હૉલિનેસની ૮૧મી મિલાદ મુબારક….
વાત્સલ્યમ સમાચાર
*બળવંત રાણા સિધ્ધપુર*
				


