સિધ્ધપુરમાં દિવાસો અને દશામાના વ્રત માટે મૂર્તિઓ તથા પૂજાપો ખરીદવા ભારે ભીડ
સિધ્ધપુરમાં વરસતા અનરાધાર વરસાદ વચ્ચે આવતીકાલે દેવીપૂજક સમાજના સૌથી મોટા પર્વ દિવાસાને લઈને દેવીપૂજક સમાજ તથા પવિત્ર શ્રાવણ માસમાં દશામાના વ્રત શરૂ થતા હોવાથી સિધ્ધપુરના મુખ્યબજારોમાં દશામા ની મૂર્તિઓ, પૂજાપો અને ફળફળાદી વિગેરેની ખરીદી કરવા સિધ્ધપુર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારના શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી .
મુખ્યત્વે ઝાંપલીપોળથી ટાવર, બસસ્ટેન્ડ અને ટાવરરોડ ઉપર લોકોનો ધસારો છે. સારા વેપારને લઈને વેપારીઓ, દુકાનદારો અને લારી ગલ્લા, પાથરણા વાળા શ્રમિકોમાં આનંદ છે. અષાઢ મહીનાથી શરૂ થયેલ તહેવારો કારતકના મેળા સુધી લગભગ ચાર માસ સુધી ચાલશે. નગરમાં તહેવારોની રોનક જોવા મળી રહી છે. પવિત્ર અને આધ્યાત્મિક નગરી સિધ્ધપુરમાં તહેવારોની ઉત્સાહ, ઉમંગ, ભકિત, વિશ્ર્વાસ અને શ્રધ્ધાપૂર્વક ઉજવણીની એક આગવી અને વિશેષ પરંપરા છે
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા, સિદ્ધપુર