SHUBHECHCHHASINOR

શિનોર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સચિન પટેલ દ્વારા સ્વાગત કરાયું

દેશનો કોઈ પણ નાગરિક કેન્દ્ર અને રાજ્ય સરકાર ની પ્રજાલક્ષી યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા ધ્યેય સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ ગુરુવારે વડોદરા જિલ્લા ના શિનોર મુકામે આવી પહોંચ્યો હતો.શિનોર મામલતદાર એમ.બી.શાહ અને શિનોર એ.પી.એમ.સી ના ચેરમેન સચિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.સંકલ્પ યાત્રામાં એલ.ઈ.ડી. ઉપર આરોગ્ય,શિક્ષણ,પોષણ,૨ ોજગાર, ખેતી પશુપાલન,નારી શક્તિ સહિત ગ્રામીણ વિકાસ સાથે દેશની ઉત્તરોત્તર પ્રગતિ ની ઝાંખી દર્શાવતી એક

શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જ્યારે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે ઉભા કરાયેલા આંગણવાડી ,આરોગ્ય અને ઉજવલા યોજના સહિત વિવિધ યોજનાની માહિતી આપતાં સ્ટોલ પણ ઉભા કરાયા હતાં.આ પ્રસંગે શિનોર મામલતદાર એમ.બી.શાહ,શિનોર એ.પી.એમ.સી.ના ચેરમેન સચિનભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારી શિનોર સહિત તાલુકાના તમામ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

ફૈઝ ખત્રી..શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!