સાધલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત નવમો સર્વ જ્ઞાતીય નિઃસહાય સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો

ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત નવમો સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ સમૂહ લગ્નોત્સવ માં નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવ જીવન ની શરૂઆત કરી હતી.
વાત કરીએ તો સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ માં આઠ યુગલોને હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા જ્યારે એક મુસ્લિમ યુગલ ને મૌલાના દ્વારા નિકાહ પઢાવવામા આવ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવ સમારોહ માં ભાજપના શિનોર તાલુકા પ્રમુખ સંકેત પટેલ.કરજણ તાલુકા વકીલ મંડળના પ્રમુખ મિનેષ ભાઈ પરમાર.જીગા ભાઈ પટેલ.સલીમ ભાઈ વોહરા. નગીન ભાઈ ફૌજી.મુકેશ ભાઈ બિરલા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહ ને સફળ બનાવવામાં સાધલી ના કનુભાઈ પરમાર.જગદીશ ભાઈ પ્રજ્ઞસૂર્ય.જેસલ વસાવા સહિત નામી અનામી લોકોએ ખૂબ મહેનત કરી અને આયોજન કર્યું ત્યારે આ સમૂહ લગ્નના ભોજન ના દાતા શ્રી નિલેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું. જેને લયને તમામ આયોજકો દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો




