BHARUCHBHARUCH CITY / TALUKO

કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ભવન ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

સમીર પટેલ, ભરૂચ
રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ફીટ ઇન્ડિયા ફીટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંકયુક્ત ઉપક્રમે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.જેમાં બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રૂપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઈલ, કિડની ફંક્શન ટેસ્ટ, સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ, હાડકા માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ, વિટામિન બી12, વિટામિન સી, ડાયાબીટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ, રેડ ક્રોસ બ્લડ બેંકના જે.જે.ખીલવાણી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. આ કેમ્પનો જિલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો.

 

Back to top button
error: Content is protected !!