અમરેલીને ગામની વિવિધ સમસ્યાઓ અને જરૂરી વિકાસલક્ષી કામોની જરૂરિયાત બાબતે રજુઆત કરવામાં આવી.

અમરેલીને ગામની વિવિધ સમસ્યાઓ અને જરૂરી વિકાસલક્ષી કામોની જરૂરિયાત બાબતે રજુઆત કરવામાં આવી. જેમાં મુખ્યત્વે બાબરકોટ ગામે મંજુર થયેલ સાઈકલોન સેન્ટરનું સ્થળ બદલવા રજુઆત કરવામાં આવી હતી. બાબરકોટ ગામે વર્ષ 2011 /12 થી સાઈકલોન સેન્ટર મંજુર થયેલ છે. પરંતુ જે જગ્યા સાઈકલોન સેન્ટર નું સ્થળ ફાળવવામાં આવેલ છે તે જગ્યા પાણીની નહેર હોઈ જેથી સોમાચા દરમ્યાન આ વિસ્તાર પાણી 200 મીટર સુધી ભરેલ રહે છે. અને ત્રણ ચાર ફૂટ પાણી ઊંડું પાણીની નહેર રહે છે. આ લોકોને સુરક્ષાની બદલે જીવનું જોખમ વધી જશે અને જો જગ્યાએ સાઈકલોન સેન્ટર બનાવવામાં આવે તો ગામ લોકોએ સાઈકલોન સેન્ટર સુધી જવું મુશ્કેલ થશે. આથી સાઈકલોન સેન્ટરનું સ્થળ બદલીને ગામની સુરક્ષિત જગ્યા સર્વે નંબર 214માં બનાવવામાં આવે એવી ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને રજુઆત કરવામાં આવી હતી.
તેમજ બાબરકોટ પ્રાથમીક શાળામાં 836 વિધાર્થીઓ છે. જ્યારે તેની સામે માત્ર 5 શિક્ષકો હોઈ ,જ્યારે 24 શિક્ષકોનું મહેકમ છે. જેથી ગામના બાળકોનું ભવિષ્ય જોખમાય રહ્યું છે. આથી ઘટતા શિક્ષકો પુરા પાડવા રજુઆત કરવામાં આવી છે.
બાબરકોટ ગામે જળ સે નળ યોજના અંતગત વાસમોનું કામ એક વર્ષથી પૂર્ણ કરવામાં આવ્યું છે . છતાં પણ બાબરકોટ ગામે પીવાનું પાણી પહોંચ્યું નથી. પીવાના પાણીની પાઇપ લાઈન ગામના પાણીના ટાકા સુધી પાણી પહોંચાડવી, જેથી મંજુર થયેલ પાણીનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા રજુઆત કરવામાં આવી હતી.
બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ સિમેન્ટ કંપની આવેલ છે. જેની કરોડો રૂપિયા માઇનિંગ ટેક્સ માંથી સરકારમાં જમા થાય છે. અને મોટા ભાગનું માઇનિંગ બાબરકોટ ગામની જમીનમાં થયેલ છે. છતાં DMF ગ્રાન્ટ માંથી બાબરકોટ ગામને વિકાસના કામો ફાળવવામાં આવતા ન હોઈ આથી બાબરકોટ ગામના વિકાસના કામો ફાળવવા રજુઆત કરવામાં આવી હતી.
બાબરકોટ ગામે PM શ્રી યોજના માંથી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ મજુર કરવામાં આવેલ છે. પરંતુ 6 મહિના સમય થઈ ગયો છતાં શાળાનું બિલ્ડીંગનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી. આથી વિધાર્થીઓને અભ્યાસ માં બેઠવામાં ખૂબ મુશ્કેલી થાય છે. જેથી બે પાળી અભ્યાસ કરવા બાળકોને જવું પડે છે. આથી બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલીક પ્રાથમીક શાળાનું બિલ્ડીંગનું કામ ચાલુ કરવા રજુઆત કરવામાં આવી હતી.
બાબરકોટ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી કૈલાસબેન અનકભાઈ સાંખટ , ઉપસરપંચ પાંચાભાઈ ભુપતભાઇ સાંખટ , સભ્યશ્રી છનાભાઈ રામભાઈ સાંખટ, જીવરાજભાઈ સાંખટ , કિરણભાઈ મોહનભાઈ સાંખટ તથા બાબરકોટ ગામના પૂર્વ સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા કલેક્ટર સાહેબશ્રી અમરેલીની મુલાકત કરવાં આવી હતી. અને ગામની વિવિધ સમસ્યા અને કામો બાબતે બાબતે રજુઆત કરવામાં આવી.
રિપોર્ટ..ભૂપત સાંખટ





