સુરતના અછોડાતોડોએ અંકલેશ્વરમાં પણ એક વૃદ્ધાને નિશાન બનાવી હતી

સમીર પટેલ, ભરૂચ
ગત મહિને વચનામૃત સોસાયટી પાસે વૃધ્ધાના ગળામાંથી અછોડો તોડવાની ઘટનામાં અંકલેશ્વર પોલીસે 3 આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો છે. 28 મીસપ્ટેમ્બરના રોજ વિરાટ નગર ખાતે રહેતા 63 વર્ષીય જસુબેન ડોડીયા ઘરેથી નીકળી વચનામૃત સોસાયટીમાંરહેતા બહેનપણીને મળવા નીકળ્યાં હતાં ત્યારે બાઇક પર આવેલાં યુવાનો તેમના ગળામાંથી 87 હજારની કિંમતનો અછોડો આંચકી ફરાર થઇ ગયાં હતાં ભરૂચ એલસીબીએ સુરતનારીઢા ધવલ પારેખ, કાન્હુ ચરણ બધેઈઅને મનીષ સતાણી ને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓએ ભરૂચ અને અંકલેશ્વરમાં અછોડા તોડવાના 4 ગુનાની કબુલાત કરી હતી જેમાં વચનામૃત સોસાયટીવાળો ગુનો પણ સામેલ છે. જેથી એ ડિવિઝન પોલીસે ત્રણેય ચોરોનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો છે. અંકલેશ્વર અને ભરૂચમાં ચેઇન સ્નેચિંગના ઉપરાછાપરી 4 બનાવો બનતાં પોલીસ સક્રિય બની હતી. એલસીબીની ટીમે વોચ ગોઠવીને સુરતના રીઢા આરોપીઓને ઝડપી પાડી તેમની આકરી પૂછપરછ કરતાં તેઓ એક પછી એક ગુનાની કબૂલાત કરી રહયાં છે.




