Navsari: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નવસારી જલાલપોરના દાંડી ગામમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
દાંડીના ગ્રામજનો , તાલુકાકર્મી તથા બાળકો ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈને દાંડી કિનારે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું 
જલાલપોર તાલુકાની હર ઘર તિરંગા યાત્રામાં લોકોએ દાંડી કિનારે સાફ સફાઈ અભિયાનમાં જોડાઈ અનોખી રીતે પોતાનું યોગદાન આપ્યું હતું સાથે કાર્યક્રમના સમાપન વખતે દેશભક્તિ ગીતો અને નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયુ હતું.
આ પ્રસંગે જલાલપોર તાલુકાની તિરંગા યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી નીલમબેન પટેલ , તાલુકા પંચયાત કારોબારી અધ્યક્ષ હિરેનભાઈ પટેલ , તાલુકા વિકાસ અધિકારીશ્રી ધવલ પટેલ , પી.આઈશ્રી લાડુમોર , તાલુકા પંચયાત સભ્યોશ્રીઓ , દાંડી સરપંચશ્રી ,અધિકારી-કર્મચારીઓ, સભ્યો, સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા.




