
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદના ધારાસભ્ય તથા વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિતે આજે થરાદમાં વિવિધ લોકકલ્યાણકારી કાર્યક્રમો યોજાયા હતા
. થરાદ માર્કેટયાર્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા રેફરલ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ સેવાભાવે લાભ લીધો હતો.
આ કાર્યક્રમોમાં ઈશ્વર ભાઈ ગાંધીનગર સચિવ અને ભાજપ જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, જેતસીભાઈ પટેલ સરપંચ, શૈલેષભાઈ પટેલ ગુલાબ ગીરી અતીત, વિજય ભાઈ ચક્રવર્તી તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ જન્મદિવસ નિમિતે થરાદની દરેક શાળાઓમાં બાળકોને પ્રીતિભોજન આપવામાં આવ્યું હતું. નેતાઓએ બાળકો સાથે મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી.




