THARADVAV-THARAD

લુણાવા ગામે સરપંચ સામે દબાણ અને ગેરરીતિના ગંભીર આક્ષેપ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

*આ સમગ્ર મામલે હિતેષ ભાઈ ચૌધરી તલાટી છે અને એમને પૂછપરછ કરતાં તેમણે “મારે કઈ બોલવું નથી” કહી મૌન ધારણ કર્યું હોવાનું જણાવાયું છે. તલાટી દ્વારા હજુ સુધી કોઈ દબાણની સીટ તૈયાર કરવામાં આવી નથી. જ્યારે દબાણ સીટ અને નોટિસ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે હાલ કોઈ સીટ હાજર નથી અને કોઈ અધિકૃત નોટિસ પણ આપવામાં આવી નથી એવી માહિતી સામે આવી છે*

 

*પત્ર કાર, તમે દબાણ વિશે કોઈ સીટ બનાવી છે કે કેટલું દબાણ હટાવવાનું છે*

 

*તલાટી, મારાજોડે કોઈ સીટ નથી અને કોઈ નોટિસ નથી*

 

*તલાટી, બધા પોત પોતાની રીતે દબાણ હટાવે છે*

 

*પત્ર કાર, સરપંચ તમે નોટિસ આપી હતી તો જવાબ મળ્યો કે નોટિસ ૧૩તારીખે મળશે*

 

*પત્ર કાર, દબાણ મુદે સીટ બનાવી તો જવાબ મળ્યો કે કોઈ સીટ બીજી નથી બનાવી*

 

 

*સરપંચ ફિયાજી માલી હોવા છતા દીકરો રમેશ ભાઈ માળી કરે છે વહીવટ*

 

*બોક્ષ*

 

*ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તુષાર ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈઅરજી મારા જોડે આવશે તો હું તટસ્થ તપાસ કરીશ અને આ ઘરની અંદર જે દિવાલ ચણી છે એ તદ્દન ખોટું કર્યું છે એવું દેખાઈ આવી જ છે*

 

થરાદ તાલુકાના લુણાવા ગામે ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાયેલા પ્રોટેક્શન દિવાલના કામને લઈને સરપંચ સામે ગંભીર ગેરરીતિ અને મનમાનીના આક્ષેપો સામે આવ્યા છે. આ કામમાં સરપંચે નિયમોનું ઉલ્લંઘન કરી પ્રોટેક્શન દિવાલ જાહેર જગ્યાની બદલે અરજદારના ઘરની અંદર ઊભી કરી હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે.

આક્ષેપ મુજબ, સરપંચે ગામમાં રસ્તા પહોળા કરવા માટે દબાણ દૂર કરવાની નોટિસો આપ્યા બાદ ઝુંબેશ હાથ ધરી દબાણો દૂર કરાવ્યા હતા. જોકે, ત્યારબાદ જે પ્રોટેક્શન દિવાલનું કામ કરવાનું હતું તે રહેણાંક વિસ્તારમાં કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે, જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

વર્ધાજી દેમાજી માળી સહિતના ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેમને આપવામાં આવેલી નોટિસ પર પંચાયતના કોઈ સહી કે સિક્કા નથી, જે નોટિસને ગેરકાયદેસર સાબિત કરે છે. નોટિસ માત્ર લોકોને ભડકાવવા અને ષડયંત્ર ઊભું કરવા માટે આપવામાં આવી હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. નિયમ મુજબ પંચાયત દ્વારા આપવામાં આવતી કોઈપણ નોટિસ પર અધિકૃત સહી અને સિક્કા ફરજિયાત હોવા છતાં તેવો કોઈ પુરાવો નોટિસમાં જોવા મળતો નથી.

આ ઉપરાંત ગ્રામજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે હાલ પંચાયતનું સમગ્ર વહીવટ સરપંચના પુત્ર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે સરપંચ પંચાયતમાં હાજર રહેતા નથી. સરપંચને પદ સંભાળ્યા બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં પંચાયતની કામગીરી પારદર્શક ન હોવાનું ગ્રામજનોનું કહેવું છે.

આ સમગ્ર મામલે હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે સરપંચ દ્વારા કરવામાં આવેલી મનમાની અને ગેરરીતિ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ મુદ્દાને ભીનું સંકેલવામાં આવશે. લુણાવા ગામના લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ પાસે ન્યાયની માંગ ઉઠાવવામાં આવી રહી છે.

 

આ બાબતે પંચાયત દ્વારા સરપંચ પુત્ર જોડે દબાણ બાબતે રસ્તા ખુલ્લા કરવા માટે દબાણ ખુલ્લુ કરવા માટે સીટ બનાવવામાં આવતી હોય છે તે બાબતે અમોએ સરપંચ પુત્રને પૂછ્યું ત્યારે સરપંચ પુત્ર એ કીધું કે અત્યારે તમને સીટ નહીં મળે 13 તારીખે આપીશ આ રીતના ચટકબારી કરી સરપંચ પુત્ર નીકળવાનો કરી રહ્યા છે અને બુદ્ધિનું પ્રદૂષણ કરે પ્રેરણાક મકાનમાં પ્રોટેક્શન દિવાલ બનાવી પંથકમાં હાસ્ય મચે તેવી કામગીરી કરી છે હવે જોવાનું રહ્યું છે કે થરાદ તાલુકા પંચાયત આ સરપંચ પુત્ર સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે

Back to top button
error: Content is protected !!