THARADVAV-THARAD

થરાદના સવપુરા ગામે સક્ષમ સેન્ટર” અને “ગ્રામ સંગઠન” કચેરીનું ઉદ્ઘાટન કરી કાર્યરત કરાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આયોજિત થરાદ તાલુકાના સવપુરા ગામે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમના કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ,જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રૂપશીભાઈ પટેલ અને થરાદ તાલુકા વિકાસ અધિકારી દિલીપભાઈ જોશીની ઉપસ્થિતિમાં “સક્ષમ સેન્ટર” અને “ગ્રામ સંગઠન” ઓફિસનું ઉદ્ઘાટન રીબીન કાપી વિધિવત્ રીતે કરવામાં આવ્યું આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી દિલીપભાઈ જોશી દ્વારા બહેનોને સક્ષમ સેન્ટરના શરૂઆતથી મહિલા સ્વસહાય જૂથો (SHGs) ને તાલીમ, માર્ગદર્શન અને સહાય પૂરી પડાશે ગામ સ્તરે આર્થિક સશક્તિકરણ અને રોજગારની તકો મહિલા સભ્યોને બેન્કિંગ, બચત, લોન અને ઉદ્યોગ અંગે જ્ઞાન મળી રહેશે સ્વ સહાય જૂથોની રેકોર્ડકીપિંગ, માર્કેટિંગ અને મેનેજમેન્ટ ક્ષમતા મજબૂત બનશે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ અને સુવિધા સુધી પહોંચ સરળ બનશે તેવા અનેક ફાયદાઓ થશે તેમજ આ પ્રસંગે હેમજીભાઈ પટેલે પોતાના ઉદબોધન માં જણાવ્યું હતું કે સ્વસહાય જૂથોનું બળ એકતામાં છે. જ્યારે મહિલાઓ સંગઠિત થાય છે, તાલીમ મેળવી કુશળતા વિકસાવે છે ત્યારે તેઓ મહિલાઓનો વિકાસ થાય છે અને આર્થિક રીતે મજબૂત બને છે આ પ્રસંગે ગામના સરપંચ અમરાભાઇ પટેલ,તલાટી રણછોડભાઈ પટેલ, પ્રતાપભાઈ વાણીયા સહિત ફિલ્ડ કોચો અને ગામના આગેવાનો રહ્યા હતા…યુ

Back to top button
error: Content is protected !!