કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ ખાતે માન. પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજવામાં આવેલ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આજરોજ તારીખ ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિષદ, નવી દિલ્હી ખાતેથી ખેડૂતો માટે રૂપિયા ૪૨,૦૦૦ કરોડથી વધુની વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામાં આવેલ. જેમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના, કઠોળ આત્મનિર્ભરતા મિશન, કૃષિ માળખાગત ભંડોળ, મત્સ્યપાલન પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રના ૨૧૦૦ થી વધુ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવેલ આવેલ. જેનું જીવંત પ્રસારણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, થરાદ ખાતે યોજવામાં આવેલ. આ કાર્યક્રમ શ્રી જીવરાજભાઈ પટેલ (ચેરમેન, થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ) ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડૉ. પુષ્પરાજસિંહ દ્વારા આ કાર્યક્રમની વિશેષતાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા. કૃષિ મહાવિદ્યાલય, થરાદના આચાર્ય શ્રી ડૉ. આર. એલ. મીના દ્રારા આત્મનિર્ભર ભારતમાં ખેડૂતોની ભૂમિકા વિશે માહિતી આપી. આ કાર્યક્રમમાં ડૉ. એમ. પી ચૌધરીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી ખેતી ખર્ચ ઘટાડવા ઉપર ભાર મુકવા જણાવાયું, અંતે ડૉ. વી. કે. પટેલ, (પશુ વૈજ્ઞાનિક) દ્રારા ખેતીવાડી વિભાગ, આત્મા વિભાગ, એફ.પી.ઓ તેમજ ઉપસ્થિત સર્વે ખેડૂત મિત્રોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ.