THARADVAV-THARAD

થરાદ–ડીસા હાઈવે પર ભારતમાલા પુલ નીચે અકસ્માત, કોઈ જાનહાનિ નહીં

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ–ડીસા હાઈવે રોડ પર ભારતમાલા પુલ નીચે આવેલા સર્કલ પાસે આજે ટ્રેક્ટર-ટ્રોલા અને બોલેરો કેમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું, જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, હાઈવે પર ટ્રાફિકની ભીડ હોવાના કારણે તેમજ સર્કલ નજીક અચાનક બ્રેક પડતા ટ્રેક્ટર-ટ્રોલા અને બોલેરો કેમ્પર એકબીજા સાથે અથડાઈ ગયા હતા. અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાહનચાલકોને મદદરૂપ બની ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સુચારુ કરવામાં સહકાર આપ્યો હતો. અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Back to top button
error: Content is protected !!