કાલોલના અડાદરા ગામે અંગત અદાવતે લોખંડની પાઈપ અને લાકડી વડે હુમલો કરતા 3 સામે વેજલપુર પોલીસ મથકે ફરીયાદ.

તારીખ ૨૦/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અડાદરા ગામે રહેતા પાર્વતીબેન સોમસિંહ જાદવે વેજલપુર પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદની વિગત મુજબ ગણપતસિંહ રમણસિંહ જાદવ સાથે અગાઉના ઝઘડાની અદાવતે તેમનો પુત્ર જીતેન્દ્ર સિંહ જાદવ ફરિયાદીના પતી સોમસિંહ સાથે ઝઘડો કરી ગાળો બોલતા હતા અને મુંછો પર હાથ ફેરવી દાદાગીરી કરતા હતા ત્યારે ગાળો બોલવાની ના પાડતા લોખંડની પાઈપ લઈને ફરિયાદી ને માથાના ભાગે અને ડાબા હાથે મારી દીધી અને તેમના છોકરા સુનિલને ડાબા ખભા પર બન્ને પગે પાઈપ મારી સોમસિંહ છોડાવવા પડતા તેઓને પણ લોખંડની પાઈપ માથામાં તેમજ ડાબા હાથ પર મારી દેતા તેઓ નીચે પડી ગયા હતા તે સમયે મહેશ્વરીબેન જાદવ હાથમાં લાકડી લઈને ગાળો બોલતા આવેલ અને ગણપતસિંહ જાદવ પણ લોખંડની નરાશ લઈને આવ્યા હતા અને ત્રણેવ જણા ગાળો બોલતા ફરિયાદી અને તેઓના પતિને મારવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જે બાદ 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સોમસિંહને દાખલ કરવામાં આવ્યા હતા જે બાબતે વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.






