જમીન સુધારા ફોર્મનું પોર્ટલ વહેલું બંધ થતાં ખેડૂતો વંચિત, પોર્ટલ પુન શરૂ કરવાની ઉગ્ર માંગ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
જાનાવાડા, ભાણખોડ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં જમીન સુધારા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/12/2025 નક્કી કરવામાં આવી હતી. જોકે, અચાનક તારીખ 02/12/2025 ના રોજ પોર્ટલ બંધ થઈ જતા અનેક ખેડૂતો ફોર્મ ભરવામાં વંચિત રહી ગયા છે. પોર્ટલ વહેલું બંધ થઈ જવાથી ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.જાનાવાડા 260 તેમજ ભાણખોડ 160 તેમજ ઇશ્વરિયા ગામના 170 ખેડૂતો સહાયથી વંચિત રહ્યા સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સમય મર્યાદા હોવા છતાં પોર્ટલ સમય પહેલા બંધ થતાં તેઓ કાયદેસર રીતે જમીન સુધારાના ફોર્મ ભરી શક્યા નથી. પરિણામે બાકી રહેલ ખેડૂતોને ન્યાયથી વંચિત થવાનો ભય ઊભો થયો છે. ખેડૂતો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક પોર્ટલ ફરી શરૂ કરવામાં આવે અથવા તો ગ્રામ પંચાયત મારફતે ઓફલાઈન ફોર્મ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવે.
ખેડૂતો દ્વારા અધિકારીઓને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે આ બાબતની ગંભીરતા સમજી તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી વંચિત રહેલ તમામ ખેડૂતોને જમીન સુધારાના ફોર્મ ભરવાની તક મળી રહે અને તેમને ન્યાય મળી શકે.




