*ખેડૂતોને સહાય મુદ્દે કોંગ્રેસે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ : કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ મોટાપાયે પાક નુકશાનીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક સર્વે કરી વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.આ સંદર્ભે જિલ્લાના કોંગ્રેસ આગેવાનો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, “ગુજરાતભરમાં કુદરત જાણે રૂઠી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મગફળી, બાજરી, જુવાર, ડાંગર, કપાસ અને પશુચારા જેવા ખરીફ પાકને ભારે નુકશાન થયું છે. ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો જાણે છીનવાઈ ગયો છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “સરકાર દ્વારા માત્ર જાહેરાતો કરીને ખેડૂતોને સંતોષ આપવા પ્રયાસ થાય છે, પરંતુ વાસ્તવમાં 30 થી 35 ટકાથી વધુ રકમ ખેડૂતો સુધી પહોંચતી નથી.”
ગયા કેટલાક વર્ષોથી સતત અતિવૃષ્ટિ, વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. ખેડૂતોએ લીધેલા પાક પિરાણ પણ ભરી શકતા નથી અને આવનાર સિયાળુ સિઝન માટે બિયારણ અને ખાતર લેવા પણ અસમર્થ છે.
કોંગ્રેસે રાજ્ય સરકાર પાસે નીચે મુજબની માંગણી કરી છે —. ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે,2020થી બંધ પાક વીમા યોજના ફરીથી શરૂ કરવામાં આવે., ખેડૂતોને થયેલ નુકશાનનું તાત્કાલિક સર્વે કરી વિશેષ રાહત પેકેજ આપવામાં આવે.,ભેજયુક્ત મગફળીની ટેકાના ભાવે 300 મણ સુધી ખરીદી કરવામાં આવે.,સિયાળુ પાક માટે ખાતરની અછત દૂર કરવામાં આવે.
કોંગ્રેસ આગેવાનોએ અંતે જણાવ્યું કે, “જય કિસાન સાથે” કોંગ્રેસ ખેડૂતોની દરેક લડતમાં તેમની સાથે ખભે ખભા મિલાવી ઉભી રહેશે.




