દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીંડારા ખાતે પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા યોજાઇ
પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધામાં અંદાજિત ૬૫૦ કરતા વધારે ખેલાડીઓએ ભાગ લીધો
વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર, મેડલ તથા પ્રમાણપત્ર આપી કરાયા સન્માનિત
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
ગુજરાત રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારી-દેવભૂમિ દ્રારકા દ્વારા કલ્યાણપુર તાલુકાના પીંડારા ખાતે પરંપરાગત મલ્લકુસ્તી સ્પર્ધા અને પ્રતિભા શાળી ખેલાડીઓ પસંગી પ્રક્રિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા – ૨૦૨૫માં દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર તેમજ વિવિધ જિલ્લાઓમાંથી જુદા જુદા વયજૂથમાં કુલ ૬૫૦થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વયજૂથ મુજબ કુલ ૧૨ ખેલાડીઓ વિજેતા થયેલ છે. જે પરંપરાગત મલ્લ કુસ્તી સ્પર્ધા ૮ થી ૧૫ વર્ષની વયજૂથમાં પ્રથમ ક્રમે દિવ્યરાજ યાદવ, દ્વિતીય ક્રમે વાઘેલા જયપાલ અને તૃતીય ક્રમે ડાભી મૌલિક, જ્યારે ૧૬ થી ૨૦ વર્ષની વયજૂથમાં પ્રથમ ક્રમે જગતિયા નવઘણ, દ્વિતીય ક્રમે જગતીયા સુજીત અને તૃતીય ક્રમે વિક્રમ ગોજીયા તેમજ ૨૦ વર્ષથી ઉપર વયજૂથમાં પ્રથમ ક્રમે નવીન માણેક, દ્વિતીય ક્રમે જગતીયા વિજય અને તૃતીય ક્રમે લખમણભા નાયાણી અને ઓપન ચેલેન્જ વયજૂથમાં પ્રથમે ક્રમ સુમત પુના વાલરાજ, દ્વિતીય ક્રમે સુમિત વલા અને તૃતીય ક્રમે લગારીયા માલદેભાઈ વિજેતા થયા હતા. જે વિજેતાઓને સરકારશ્રી દ્રારા પ્રથમ ક્રમે ઇનામ રૂ. ૧૫૦૦૦, દ્વિતીય ક્રમે ઇનામ રૂ.૧૨૦૦૦ તેમજ તૃતીય ક્રમે ઇનામ રૂ.૮૦૦૦ આપવામાં આવેલ છે. તેમજ વિજેતા ખેલાડીઓને મેડલ, ટ્રેકશૂટ, ટીશર્ટ ટ્રોફી,અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્રારા ૮ થી ૧૫ વર્ષના વયજૂથમાં ૧૫ જેટલા ખેલાડીઓની પસંદગી કરેલ છે જે ખેલાડીઓને સરકારશ્રી દ્રારા ચાલતી વિવિધ રમત ગમતલક્ષી યોજનાઓના લાભ માટે પસંદગી થયેલ છે.