THARADVAV-THARAD

વાવ–થરાદ જિલ્લામાં ડ્રાફ્ટ રોલ જાહેર, 8.02 લાખ મતદારોનો સમાવેશ વાવ થરાદ જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિસદ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ–થરાદ જિલ્લા કલેકટર જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મતદારયાદીની 100 ટકા ડિજિટાઈઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. SIR અંતર્ગત હાથ ધરાયેલી કામગીરી અંગે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

જિલ્લામાં ASD કારણોસર કુલ 45,277 મતદારોના નામ કમી થયા છે જ્યારે નો-મેપિંગવાળા 11,060 મતદારો નોંધાયા છે. થરાદ વિધાનસભામાં 10,762, દિયોદરમાં 15,876 અને વાવ વિધાનસભામાં 18,639 મતદારોના નામ કપાયા હોવાનું જણાવાયું.

કલેકટર પ્રજાપતિએ જણાવ્યું કે જિલ્લાની કુલ 8,47,295 મતદારોમાંથી 8,02,018 ગણતરી ફોર્મ મળ્યા છે અને અંતિમ ડ્રાફ્ટ રોલમાં 8,02,018 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હકદાવા અને વાંધા અરજીઓ 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી રજૂ કરી શકાશે, જ્યારે નો-મેપિંગ અથવા રદ થયેલા મતદારો 10 ફેબ્રુઆરી સુધી આધાર પુરાવા રજૂ કરી શકશે.

જિલ્લામાં 963 મતદાન મથકો કાર્યરત છે તેમજ 16 હેલ્પડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર શરૂ કરાયા છે. પત્રકાર પરિષદમાં ડેપ્યુટી કલેકટર ધર્મેશ કાછડ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!