
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
હવે તો વરસ.!! મેઘરજ નગરમાં યોજાયો પર્જન્ય યજ્ઞ, વરસાદ ન વરસતા ઇન્દ્રદેવ ને રિઝવવા પ્રયાસ
શરૂઆત માં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેતી પણ કરી પરંતુ ખેતી લાયક વરસાદ પછી હાલ વરસાદ નહિવત પડતો હોવાથી ક્યાંક ખેતી નિષ્ફર જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે મેઘરજ તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તાર વરસાદ પૂરતા પ્રમાણમાં ન વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે જેને લઇ દર વર્ષ ની જેમ આ સાલે પણ મેઘરજ નગરમાં મેન બજારમાં મેઘરજ નગરના ભ્રહ્મણો દ્વારા વરસાદ માટે વૈદિક ભૂદેવો દ્વારા ઇન્દ્રદેવ ને રીઝવવા નો પ્રયાસ કરાયો હતો અને જે રીતે ખેડૂતો ને વાવેતર નષ્ટ જવાની તૈયારી છે જેના ભાગ રૂપી વરસાદની પીવાના પાણી અને ખેતી માટે તાતી જરૂરિયાત હોવાથી હાલ લોકો અને આમ જનતા અને ખેડૂતો વરસાદ માટે ભગવાન ને શરણે છે ત્યારે વરસાદ માટે મેઘરજ શહેરમાં પર્જન્ય યજ્ઞ દ્વારા વરુણ દેવને રિઝવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો





