વાવ થરાદ જિલ્લામાં ફેરપ્રાઇસ એસોસિએશનની નવી સમિતિની રચના

વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
વાવ થરાદ જિલ્લાના તાલુકાના ફેરપ્રાઇસ શોપ સંચાલકો અને હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પડેલા નવા વાવ થરાદ જિલ્લાના ફેરપ્રાઇસ એસોસિએશનની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી.
થરાદ ખાતે યોજાયેલા મીટિંગ દરમિયાન સર્વસંમતિથી મેવાભાઈ ખટાણાને વાવ થરાદ જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે સુઈગામ તાલુકાના વીરજીભાઈ પટેલને મહામંત્રી તરીકે નિમવામાં આવ્યા હતા. સાથે જ વાવ તાલુકાના ઈશ્વરસિંહ સોલંકી, તાલુકાના પ્રતિનિધિ તેમજ દિયોદર તાલુકાના હોદ્દેદારો સહિત કુલ 11 સભ્યોની જિલ્લા સમિતિની રચના કરવામાં આવી છે.
વાવ થરાદ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે
બેઠક દરમિયાન રાજ્ય સ્તરે ચાલતા અસહકારના આંદોલન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. ફેરપ્રાઇસ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, રાજ્યના એસોસિએશન જે પ્રહલાદભાઈ મોદી તથા રાજભાના નેતૃત્વ હેઠળ કાર્યરત છે — તેમની માર્ગદર્શિકા મુજબ જ જિલ્લા સ્તરે કાર્યક્રમો અને આંદોલન આગળ ધપાવવામાં આવશે.
બેઠકમાં ઉપસ્થિત પ્રમુખો તથા સભ્યોએ એકમતથી જણાવ્યું કે નવો જિલ્લો બનેલા વાવ થરાદ માં ફેરપ્રાઇસ શોપ સંચાલકોના હિત માટે સશક્ત સંગઠન ઉભું રાખવામાં આવશે અને સરકાર સુધી તેમની વાજબી માંગણીઓ પહોંચાડવા માટે સંકલિત પ્રયાસો ચાલુ રહેશે..




