થરાદ APMC ખાતે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી કચેરીનું ભવ્ય ઉદ્ઘાટન

વાત્સલ્ય મ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ શહેર ખાતે આવેલી એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીનું આજે ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના અધિકારીઓ, માર્કેટ કમિટીના પદાધિકારીઓ, વેપારીઓ તેમજ ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી શરૂ થવાથી સહકારી સંસ્થાઓના કાર્યમાં વધુ સરળતા અને ઝડપ આવશે. સાથે સાથે ખેડૂતો તથા સહકારી મંડળીઓને પારદર્શક અને સમયસર સેવાઓ પ્રાપ્ત થશે. ખાસ કરીને વાવ-થરાદ વિસ્તારના ખેડૂતોને હવે સહકારી સંબંધિત જિલ્લાકક્ષાની કામગીરી માટે દૂર જવું નહીં પડે અને સ્થાનિક સ્તરે જ તમામ સેવાઓ ઉપલબ્ધ બનશે.
ઉદ્ઘાટન બાદ સહકારી ક્ષેત્રના વિકાસ, ખેડૂત કલ્યાણ અને સહકારી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, અધિકારીઓ અને હાજર જનસમૂહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




