વાવ-થરાદમાં સદારામ લાયબ્રેરી ખાતે પોલીસ ભરતી અંગે માર્ગદર્શન વર્કશોપ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
આજે સંતશ્રી સદારામ લાઇબ્રેરી, ઠાકોર સમાજ વાવ-થરાદ ખાતે યુનિટી ગ્રુપ તથા અક્ષર અકાદમી, ગાંધીનગરના પ્રખ્યાત માર્ગદર્શક પ્રોફેસર ડૉ. બી.સી. રાઠોડ સાહેબ દ્વારા PSI તથા પોલીસ ભરતી અંગે માર્ગદર્શનરૂપ વર્કશોપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનાર દરમિયાન પ્રોફેસર ડૉ. બી.સી. રાઠોડ સાહેબે રીઝનીંગ અને ગણિત વિષયમાં યાદ રાખવાની સરળ શોર્ટ ટ્રિક્સ, અસરકારક વાંચવાની પદ્ધતિ, તેમજ ટાઇમ ટેબલને અનુસરીને અભ્યાસ કરી વધુ માર્ક્સ, મેરિટ અને ઓર્ડર મેળવવા સુધી સતત અભ્યાસ કરવાની મહત્વતા વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.તેમજ ભારતીય બંધારણ, કરંટ અફેર્સ, સાંસ્કૃતિક વારસો તથા ભારત-ગુજરાત ભૂગોળ વિષયક મુદ્દાઓ પર પણ ઉપયોગી ચર્ચા કરવામાં આવી હતી, જે ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત માર્ગદર્શક સાબિત થઈ.સેમિનારના અંતમાં યુનિટી ગ્રુપના મિત્રોએ તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને સંકલ્પ લેવડાવ્યો કે “આ આવનારી ભરતીમાં અમે ચોક્કસ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરીશું.”આ પ્રસંગે પ્રોફેસર ડૉ. બી.સી. રાઠોડ સાહેબ દ્વારા સંતશ્રી સદારામ બાપા ઠાકોર સમાજ લાઇબ્રેરીને વિવિધ ભરતીની તૈયારી માટે અક્ષર અકાદમી ગાંધીનગર અને અક્ષર પબ્લિકેશનના કુલ 158 પુસ્તકો વિદ્યાર્થીઓના વાંચનાર્થે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા, જે બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.



