THARADVAV-THARAD

લવાણાના તેજપાલભાઈ જૈન દ્વારા પાલનપુર વૃંદાવન હોસ્પિટલમાં ગરમ ધાબળાંનું માનવતાપૂર્ણ વિતરણ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઈ ચૌહાણ વાવ થરાદ

 

આજરોજ લાખણીના લવાણા નિવાસી તેજપાલભાઈ જૈન તેઓની ધર્મપત્નીની સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ગયેલા હતા. આ દરમ્યાન તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતાં પાલનપુર સ્થિત વૃંદાવન હોસ્પિટલ ખાતે દર્દીઓ અને જરૂરિયાતમંદો માટે ગરમ ધાબળાંનું વિતરણ કર્યું હતું.

આ સેવા કાર્ય દરમિયાન ડો. આશાબેન જે. પટેલ તથા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો. ખાસ ઉપસ્થિતિમાં તેજપાલભાઈ જૈન, દિનાબેન જૈન, જીલ જૈન અને નિશાબેન ગોસ્વામીની હાજરીમાં ધાબળાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ માનવસેવા બદલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેજપાલભાઈ જૈનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમના આ કાર્યથી દર્દીઓમાં હર્ષ અને સંતોષની લાગણી જોવા મળી હતી અને સમાજમાં માનવતા તથા સેવા ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું.

Back to top button
error: Content is protected !!