DAHODGUJARAT

સંજેલીના ડોકી નાના કાળીયા પ્રાથમિક શાળામાં ૧૦૮ એમ્બ્યુલન્સનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું

તા.૧૮.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલીના ડોકી નાના કાળીયા પ્રાથમિક શાળામાં ૧૦૮ એમ્બ્યુલન્સનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું

સંજેલી તાલુકામાં આવેલ ડોકી કાળિયા પ્રાથમિક શાળામાં ડેમોસ્ટ્રેશનમાં ૧૦૮ વતી EMT મહેન્દ્રભાઈ ડીંડોર તથા પાયલોટ મુકેશભાઈ ગણાસવા હાજર રહ્યા હતા

EMT મહેન્દ્રભાઈ ડીંડોર દ્વારા મેડિકલની ત્રણ વિવિધ ઈમરજન્સી જેવી કે ટ્રોમા , મેડિકલ તથા એન્વાયરમેન્ટ ઈમરજન્સી વિશે વિગતે સમજૂતી આપી. ટ્રોમા ઇમર્જન્સીમાં રોડ અકસ્માત તથા શારીરિક ઈજા વિશેની સમજૂતી , મેડિકલ ઈમરજન્સીમાં પ્રસુતિ, અતિશય તાવ તથા એન્વાયરમેન્ટ ઇમર્જન્સીમાં લુ લાગવી , સાપ કરડવો , મધમાખી કરડવી વગેરેની ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી. ઉપરાંત ૧૦૮ માં આવતા વિવિધ સાધન સામગ્રી જેવી કે સિગ્મોનેનોમીટર , ગ્લુકોમીટર, સ્ટેથોસ્કોપ તથા બેન્ડેડની માહિતી આપવામાં આવી. સમગ્ર ડેમોસ્ટ્રેશન માં શાળાના ૧૪૫ વિદ્યાર્થીઓ, સ્ટાફગણ તથા ગ્રામજનો ઉપસ્થિત રહી માહિતી મેળવી હતી. શાળાના શિક્ષક દવે જયેશકુમાર દ્વારા ડેમોસ્ટ્રેશન બદલ આભાર વિધિ કરવામાં આવી તથા વિદ્યાર્થીઓએ પણ આભાર વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!