થરાદમાં એગ્રો દુકાનદારો ની મનમાની ખાતર સાથે ફરજીયાત અન્ય સામાન ખરીદવાનો દબાવ, ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ–થરાદ જિલ્લામાં યુરિયા ખાતરની અછત વચ્ચે થરાદ શહેરના અનેક એગ્રો દુકાનદારો ખેડૂતો સાથે ખુલ્લેઆમ મનમાની કરી રહ્યા છે. ખેડૂતો જણાવ્યા મુજબ, દુકાનોમાં પૂરતો ખાતરનો જથ્થો હોવાથી છતાં તેમને યુરિયા આપવા માટે ફોલ્ડર, ઝીંક પ્લસ જેવા અન્ય સામાન સાથે ફરજીયાત ખરીદવાનો દબાવ કરવામાં આવે છે.
ખેડૂતો આ બાબત લઈને ખેતીવાડી અધિકારી દીપાલી દેસાઈને ટેલીફોનિક રીતે જાણ કર્યા બાદ તેઓએ “યોગ્ય કાર્યવાહી કરાશે” એવો આશ્વાસન આપ્યું છે. તેમ છતાં થરાદના રાજારામ એગ્રો સેન્ટર તથા ભરત એગ્રો જેવી દુકાનોમાં ખુલ્લેઆમ ‘ઉઘાડી લૂટ’ ચાલુ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
ખેડૂતોનું કહેવું છે કે સરકાર સબસિડીયુક્ત ખાતર સમયસર આપે છે, છતાં સ્થાનિક એગ્રો દુકાન દારો તેની કાળીબજારી કરતા હોવાને કારણે ખેતીના સિઝનમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ખેડૂતો દ્વારા આ મામલે કડક તપાસ કરી દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.




