આદર્શવિદ્યાલય,વીસનગર માં ગૌરી વ્રત ઉજવણી કાર્યક્રમ યોજાયો

12 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ગૌરી વ્રતનો પાવન અને ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો. વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને પરંપરાની ભાવનાને જગાડવા માટે આવા કાર્યક્રમોનું મહત્વપૂર્ણ સ્થાન છે.સવારના 9:30 કલાકે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને ગૌરી માતાની આરતી સાથે કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થી બહેનો દ્વારા ગૌરી વ્રતના ગીતો, શ્લોકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભાવવિભોર રજૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો થી વાતાવરણ વધુ ઊજળું બન્યું: મુખ્ય વક્તા શ્રી
વિનોદભાઇ રાવલ (આચાર્ય, ક્રિયાદર પ્રાથમિક શાળા) એ સનાતન ધર્મ અને વ્રત વીશે સુંદર દ્રષ્ટાન્તો સાથે રસપ્રદ માહિતી આપી
શ્રી રામભાઈ પટેલ (મંત્રીશ્રી સિનિયરસિટીઝન ) એ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું
શ્રી ખૂમજીભાઈ ચૌધરી( શિક્ષણ સમિતિ) એ પણ બાળકો ને પ્રેરણા મળે એવા ઉદાહરણો સાથે પ્રાસંગિક પ્રવચન આપ્યું શ્રી કે.કે. સાહેબ (પ્રમુખ, અખિલ આંજણા કેળવણી મંડળ) એ પણ વ્રત વાળી બાળા ઓ ને આશીર્વાદ આપ્યા
શ્રી ચૌધરી દિનેશભાઈ (આચાર્ય, માધ્યમિક શાળા)પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી મુમતાજઅલી પઠાણ સાહેબે ઉપસ્થિત તમામ મહેમાનોનો પરિચય આપીને કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરી. મહેમાનો દ્વારા મળેલા આશીર્વાદરૂપ વક્તવ્યો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યા.વિશેષરૂપે, ગૌરી વ્રત કરનારી વિદ્યાર્થી બહેનોને પૂજન કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં વ્રત માટે જરૂરી તમામ સામગ્રી આપવામાં આવી. આથી બહેનો માટે શ્રદ્ધાપૂર્વક અને વ્યવસ્થિત રીતે વ્રત કરવો સરળ બન્યો.
આચાર્યશ્રીએ પણ પરંપરા, નૈતિકતા અને ધાર્મિક જાગૃતિ પર પ્રકાશ પાડતાં શુભેચ્છા પાઠવી.
કાર્યક્રમ અંતે આભારવિધિ અને આરતી સાથે સમગ્ર આયોજન શાંતિપૂર્વક પૂર્ણ થયું. શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો સહયોગ પ્રશંસનીય રહ્યો.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રીમતી છાયાબેન એ કર્યું






