લવાણા નજીક સ્વીફ્ટ કારમાંથી રૂ. 6.79 લાખનો દારૂ ઝડપાયો, એસ.ઓ.જી વાવ-થરાદની મોટી કાર્યવાહી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ લવાણા ગામે જેત્તડા–દિયોદર હાઈવે રોડ ઉપર એસ.ઓ.જી વાવ-થરાદ દ્વારા દારૂ વિરોધી મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્વીફ્ટ કારને રોકી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન મળી આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન દારૂની બોટલો/બિયર ટીન નંગ-૧૨૨૪ જેની કિંમત રૂ. ૩,૭૯,૮૨૪/- તથા સ્વીફ્ટ ગાડી સહિત કુલ રૂ. ૦૬,૭૯,૮૨૪/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાડી ચાલક વિરુદ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ (સરહદી રેન્જ, કચ્છ-ભુજ) તથા વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાહેબ દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કડક અમલવારી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલ છે.
આ કાર્યવાહી એસ.ઓ.જી શાખા વાવ-થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીમાં નીચેના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા:
એ.જી. રબારી (પો. ઇન્સ્પેક્ટર),
માનસંગભાઈ રત્નાભાઈ,
શ્રવણસિંહ માર્સેગજી,
દજાભાઈ રામશીભાઈ,
નેપાલસિંહ તનુસિંહ,
ગુલમહંમદ ઓમીનભાઈ,
મહાદેવભાઈ જીવાભાઈ.
એસ.ઓ.જી વાવ-થરાદની આ કામગીરીથી જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.




